દ્વારકા જિલ્લામાં તાઉતે વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવના વચ્ચે જિલ્લામાં દરિયા કાંઠા વિસ્તારોમાં ઓખા, દ્વારકા, ભાણવડ, કલ્યાણપૂરના રાવલ ખાતે 2 NDRFની ટુકડી અને એક SDRFની ટિમ તૈનાત રખાઇ હતી અને દરિયા કાંઠા 51 ગામોને એલર્ટ કરાયા હતા. તાઉતે વાવાઝોડુ જિલ્લામાં ટકરાવવાનો ખતરો ઓછો થયાના રાહતરૂપ સમાચારથી જિલ્લા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ અને પવનના સુસવાટા અને પવનની ગતિ રહી છે. જિલ્લામાં હાલ 50-60 પવનની ગતિ જોવા મળી હતી તેના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નાના મોટા વૃક્ષો અને 42 વિજપોલ ધરાશયી થયા હતા.