વાવાઝોડાએ અમદાવાદમાં મે મહિનામાં વરસાદનો રેકોર્ડ તોડ્યો

આગામી સપ્તાહથી ફરીથી શહેરમાં આકરી ગરમી આવવાનાં એંઘાણ પણ છે. જેનાથી મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર થઇ શકે છે.

Tauktae વાવાઝોડું (Tauktae Cyclone) અમદાવાદમાંથી (Ahmedabad) પસાર થયું છે. જેના કારણે શહેરમાં સૂસવાટાભેર પવન સાથે ધોધમાર વરસાદ (rainfall) વરસ્યો હતો. જેના કારણે શહેરનાં તાપમાન પણ ઘટીને 25 ડિગ્રી નોંધાયું હતું. વાવાઝોડાની અસરને પગલે શહેરમાં મે (May) મહિનામાં એક જ દિવસમાં 5.68 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ આંકડો મે મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ છે. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે બુધવારની બપોર પછી શહેરમાં ઉઘાડ નીકળી શકે છે.
વાવાઝોડાએ અમદાવાદમાં મે મહિનામાં વરસાદનો રેકોર્ડ તોડ્યો

શુક્રવારથી વાતાવરણ સાફ થવાની શક્યતા :

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં આગામી બે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. જે બાદ શુક્રવારથી વાતાવરણ પૂર્વવત્ થવાનું શરુ થઇ જશે અને ગરમીમાં વધારો થવાની પણ શક્યતાઓ છે. આગામી સપ્તાહથી ફરીથી શહેરમાં આકરી ગરમી આવવાનાં એંઘાણ પણ છે. જેનાથી મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર થઇ શકે છે.


વાસણા બેરેજનાં દરવાજા ખોલાયા :

સામન્ય રીતે અમદાવાદમાં મે મહિનામાં કાળઝાળ ગરમી પડતી હોય છે. પરંતુ આ વખતે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદને પગલે વાસણા બેરેજ ખાતે લેવલ ઘટાડાયું હતું. ગેટ નં.20 ફૂટ, ગેટ નં.23 1.6 ફૂટ, ગેટ નં.26, 27, 28, 30 ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા હતા. પવન અને વરસાદથી 15 મકાન તૂટી પડ્યા હતા.


ગેલેરીમાં વીજળી પડી :

જોકે, આ વાવાઝોડાની અસરના પગલે શહેરમાં અનેક જગ્યાએ નુકસાનીનાં દ્રશ્યો સામે આવ્યાં છે. જ્યારે પાલડી વિસ્તારમાં આવેલા એક મકાનની ગેલેરીમાં વીજળી પડી હોવાની ઘટના પણ બની હતી. સદનસીબે, આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની ન થઈ નથી. આ અંગે ફાયર વિભાગ પાસે કોઈ સત્તાવાર કોલ ના હોવાનું ફાયર વિભાગના ઉચ્ચ અિધકારી તરફથી જાણવા મળ્યુ છે. ભઠ્ઠા વિસ્તારમાં દુકાનનું ધાબુ પડતા બે લોકો દટાયા હતા.આ બંનેને અમદાવાદ ફાયર વિભાગ દ્વારા સલામત રીતે બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વેક્સિનેશનની કામગીરી અનિશ્ચિત મુદ્દત સુધી બંધ :

વાવાઝોડાને પગલે શહેરમાં કોરોનાની વેક્સિનેશનની કામગીરી અનિશ્ચિત મુદ્દત સુધી બંધ કરી દેવામાં આવી છે. વેકસીનેશનની કામગીરી અનિશ્ચિત મુદત સુધી બંધ રાખવાનો AMCએ નિર્ણય કર્યો છે. રાજયમાં કોરોનાની મહામારીથી બચવા માટે કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે જેમાં વાવઝોડાની અસર થઈ છે. વાવાઝોડાને પગલે અમદાવાદ શહેરમાં 45 વર્ષથી વધુ વયના અને 18થી 44 વર્ષના વયના તમામ લોકોને રાજય સરકારની સૂચના ન મળે ત્યાં સુધી વેક્સિન આપવામા નહિ આવે.
أحدث أقدم