ગુજરાતમાં આવેલા 'તાઉ-તે' વાવાઝોડાની અસરથી નવસારી જિલ્લાના ખેડૂતો પણ બાકાત રહી શક્યા નથી.
કેરી અને ચીકુના બગીચા ધરાવતા ખેડૂતો પહેલાથી જ મંદ માર્કેટને લઈ પરેશાન હતા એવામાં હવે તાઉ-તેના કારણે કેરી અને ચીકુના પાકને માઠી અસર પહોંચતા ખેડૂતો માટે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ થઈ છે.
નવસારી જિલ્લામાં કેસર અને અન્ય જાતોની કેરીનું ઉત્પાદન અને એકસપોર્ટ થાય છે.ત્યારે કોરોનાના કારણે કેરીનું માર્કેટ પહેલે થી મંદ હતું તેમાં વાવાઝોડાએ હવા આપી છે, આંબા પર રહેલી 50 ટકા જેટલી કેરીનો ભારે પવનને કારણે ખરણ થતાં ફળ માખીના ઉપદ્રવની ભીતિ પણ સેવાઈ રહી છે. જેને જોતા ખેડૂતોએ ખરણ થયેલી કેરીનું માર્કેટ કરી વહેલી તકે તેમાંથી આર્થિક ફાયદો મેળવી લેવાની સલાહ કૃષિ વૈજ્ઞાનિકો આપી રહ્યા છે.
સામાન્ય રીતે દર વર્ષે ૨૦ મે બાદ આંબા પરથી કેરી ઉતારી લેવામાં આવતી હોય છે પણ આ વખતે વાવાઝોડાએ રહેણાંક સહિત ખેતી વ્યવસાયમાં વ્યાપક નુકસાન કરતા ખેડૂતો નિરાશ થયા છે, આ વર્ષે કેરીનો પાક ઓછો થયો હતો જેને પગલે કોરોના અને વાવાઝોડાને કારણે ખેડૂતો એ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છેસાથે જ જિલ્લામાં થતાં ડાંગરના પાકને પણ વ્યાપક નુકશાન થયું છે કેટલાક ડાંગર કાપણી માટે તૈયાર હતા તેવા પાકોને પણ ભારે નુકસાન થયું છે ભારે પવન અને વરસાદ થિ ઉભો પાક ઢળી પડતા ડાંગર પકવતા ખેડૂતોને નુકસાની થઈ છે
નવસારી કૃષિ યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ ડો. સી કે ટિંબડિયા ના જણાવ્યા મુજબ જે કેરીનું ખરણ થયું છે તેમને આમચૂર અથાણાં અથવા પ્રોસેસીંગ યુનિટ ને આપીને આર્થિક રાહત મેળવી શકાય તેમ છે સાથે જ આંબા પર રહેલી નાની અને પુખ્ત ન થઈ હોય તેવી કેરીનું પણ આગામી સ્થિત થાળે પડતા આર્થિક ફાયદો અપાવી શકે છે, ત્યારે તેને યોગ્ય બજાર મળે તેવા પ્રયત્નો ખેડૂતો કરી આબા પાક નું આ વર્ષ બગડતું બચાવી શકાય તેમ છે.